ફિલ્મ જગત
News of Saturday, 13th January 2018

કંગનાએ મનાલીમાં બનાવ્યું ૩૦ કરોડનું ઘર?

કંગના સ્નોટનું મનાલીનું ઘર ૩૦ કરોડ રૂપિયાનું હોવાની ચર્ચા ચાલી રહી છ. કંગનાએ તેના હોમટાઉન મનાલીમાં આઠ બેડરૂમનું ઘર બનાવ્યું છે જેમાં વિન્ટેજ યુરોપિયન સ્ટાઇલની ફીલ આવે છે. દરેક રૂમની બાલ્કનીમાંથી માઉન્ટન દેખાય છે. કંગના છેલ્લા ઘણા દિવસથી મનાલીમાં તેના ઘરના બાંધકામની દેખરેખ રાખી રહી હતી અને ત્રણ દિવસ પહેલાં જ તે કરણ જાહર સાથે તેના શોના શૂટિંગ માટે મુંબઇ આવી છે. તેણે આ ઘરમાં યુરોપિયન ફીલની સાથે મનાલીના વેધરને પણ ધ્યાનમાં રાખ્યું છે. તેણે હોલમાં એક મોટી ફાયરપ્લેસ બનાવી છે જેથી ઠંડીમાં રક્ષણ મેળવી શકાય આ સિવાય તેણે જિમ અને યોગ માટે એક અલગ રૂમ પણ બનાવ્યો છે. (૭.ર૩)

(2:48 pm IST)