ફિલ્મ જગત
News of Tuesday, 12th November 2019

પૈચાન કોૈન ?

મુંબઇ  :   ‘‘લાલસિંહ ચઢ્ઢા'' આમિરખાનના લુકને જોઇને ફ્રન્‍સે તેની પ્રશંશા કરતાં તેને હેન્‍ડસમ જણાવ્‍યો હતો. તે ચંદીગઢમાં ફિલ્‍મનું શુટિંગ કરી રહયો છે અને સરદારના લુકમાં જોવા મળ્‍યો હતો. તેનાં ચહેરા પર લાંબી દાઢી છે અને તેણે પાઘડી પહેરેલી છે. કેટલાક લોકો તેને સરદારનાં લુકમાં ઓળખી પણ નહોતા શકયા. ૧૯૯૪માં આવેલી હોલીવુડની ‘ફોરેસ્‍ટ ગમ્‍પ' ની હિન્‍દી રીમેક ‘લાલસિંહ ચઢ્ઢા' છે. આ ફિલ્‍મમાં તેની સાથે કરીના કપુર ખાન પણ જોવા મળવાની છે. તેનો લુક પણ લીક થયો છે. કરીના પિંક ડ્રેસમાં જોવા મળી હતી. આ ફિલ્‍મ ૨૦૨૦ની ક્રિસમસમાં રિલીઝ થવાની છે.

(4:49 pm IST)