ફિલ્મ જગત
News of Tuesday, 12th November 2019

ચહેરેની રિલીઝ તારીખ બદલાઇ

 મોટા ગજાના અભિનેતા અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશમી ટૂંક સમયમાં રૂમી જાફરી નિર્દેશિત સાઇકોલોજીકલ થ્રિલર ફિલ્મ ચહેરે આવી રહી છે. આ બંને કલાકાર પહેલી વખત  એકસાથે જોવા મળશે. આ ફિલ્મના નિર્માતા આનંદ પંડિત છે. નિર્માણ મોશન પિકચર્સ અને સરસ્વતી એન્ટરટેનમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે.  ૨૧ ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ હવે ૨૪ એપ્રિલના રોજ રિલીઝ થશે. ઇમરાને પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનું પહેલું પોસ્ટર શેર કર્યું હતું.ઙ્ગઆ પોસ્ટરમાં ઇમરાન સાથે અમિતાભ બચ્ચન બિલકુલ નવા અવતારમાં જોવા મળી રહ્યા છે. પોસ્ટરમાં બંનેનો લુક ખૂબ જ જોરદાર છે. ફિલ્મના આ ફર્સ્ટ લુક દ્વારા એ વાત પણ સામે આવી છે કે આ ફિલ્મ આગામી વર્ષે ૨૪ એપ્રિલના રોજ સિનેમાઘરોમાંઆવશે. અમિતાભ બચ્ચને બોલીવુડમાં પોતાના પચાસ વર્ષ પુરા કર્યા છે. આજથી પચાસ વર્ષ પહેલાં અમિતાભ બચ્ચનની પહેલી હિન્દી ફિલ્મ રિલીઝ થઇ હતી. આ ફિલ્મનું નામ સાત હિન્દુસ્તાની હતું. જેના નિર્દેશક ખ્વાઝ અહમદ અબ્બાસ છે.

(10:03 am IST)