ફિલ્મ જગત
News of Friday, 12th October 2018

શૂટિંગમાં ઈજાગસ્ત થઇ રાધા..

મુંબઈ: સ્ટાર ભારત પર પ્રસારિત થતી' રાધાકૃષ્ણ'માં રાધાનું પાત્ર ભજવનાર અભિનેત્રી મલ્લીકા સિંહ શૂટિંગ દરમિયાન ઈજાગસ્ત થઇ છે. વાત જાણે એમ છે કે શૂટિંગ દરમિયાન મલ્લિકા દાદર ચઢતી વખતે પડી જતા અકસ્માત બન્યો છે. અને તેના લીધે થોડા સમય માટે શૂટિંગ બંધ રાખી દેવું પડ્યું હતું. મલ્લિકાને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી અને શૂટિંગ ત્રણ કલાકથી વધુ સમય માટે બંધ કરી દેવામાં આવ્યું હતું મલ્લિકાને ડોકટરે આરામ કરવાનું કહ્યું છે અને તેના લીધે હવે સિરિયલનું શૂટિંગ તેના વગર ચાલુ કરી દેવામાં આવ્યું છે મલ્લિકા જયારે સારી થઇ જશે ત્યારે શૂટિંગ પર ફરીથી કામ કરશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

 

(5:12 pm IST)