ફિલ્મ જગત
News of Thursday, 12th September 2019

માધુરીના ગીત પર કમર લચકાવશે ઉર્વશી રૌતેલા

ઉત્તરાખંડના હરિદ્વારમાં જન્મેલી ઉર્વશી રૌતેલાએ અનેક સૌંદર્ય સ્પર્ધાઓ જીત્યા પછી ૨૦૧૩માં સની દેઓલ સાથે ફિલ્મ સિંઘ સાહેબ ધ ગ્રેટ થકી કારકિર્દી શરૂ કરી હતી. એ પછી તેણે સનમ રે, ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, હેટ સ્ટોરી-૪ જેવી ફિલ્મો કરી છે. તો કાબિલમાં હસીનો કા દિવાના...આઇટમ સોંગ કરી આગ લગાડી હતી. ફિલ્મો ઓછી હોવા છતાં તે સોશિયલ મિડીયા પર સતત લોકપ્રિય છે. ઇંસ્ટાગ્રામ પર તેના ૧૯ મિલિયન ફોલોઅર્સ છે. ઉર્વશી હવે પાગલપંતિ ફિલ્મ કરી રહી છે. જેમાં અનિલ કપૂર, જોન અબ્રાહમ અને અરશદ વારસી છે. ટી-સિરીઝના એક મ્યુઝિક વિડીયો બિજલી કા તારમાં તે માધુરી દિક્ષીતના ગીત ખંભે જૈસી ખડી હૈ...પર ડાન્સ કરવાની છે. આ ગીત મળતાં તે અત્યંત ખુશ છે.

(10:03 am IST)