ફિલ્મ જગત
News of Wednesday, 11th September 2019

તાપસી પન્નુ ટૂંક સમયમાં લગ્ન કરે તેવા સાફ સંકેતો

તાપસી હાલમાં રિલેશનશિપમાં હોવાની ચર્ચા : તાપસીએ પોતાના પ્રેમીના સંદર્ભમાં માહિતી આપી નથી

મુંબઈ,તા. ૧૧ : બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી તાપસીએ કહ્યું છે કે, તે હાલમાં સિંગલ નથી અને રિલેશનશિપમાં છે. ટૂંક સમયમાં જ લગ્ન કરવાના સંદર્ભમાં જાહેરાત કરી શકે છે. હાલમાં તેની પાસે અનેક પ્રકારની ફિલ્મોે રહેલી છે. અનુરાગ કશ્યપની ટૂંકમાં રજુ થનારી ફિલ્મ સાંડ કી આંખમાં તાપની નજરે પડનાર છે. તાપસી ફિલ્મના શુટિગને પૂર્ણ કર્યા બાદ હવે પ્રમોશનમાં વ્યસ્ત બની ચુકી છે. બોલિવુડની મોટાભાગની અભિનેત્રીઓ કોઈને કોઈ રીતે ક્રિકેટર અને અન્ય રીતે લગ્ન કરે છે પરંતુ તાપસી આમાંથી કોઈની સાથે જોડાનાર નથી. તાપસી જેના પ્રેમમાં છે તે કોઈ અભિનેતા નથી કોઈ ક્રિકેટર નથી. તાપસીએ આ સંદર્ભમાં પોતે માહિતી આપી છે. જોકે, તાપસીએ કહ્યું છે કે, તે હાલમાં પોતાના પ્રેમીને લઈને કોઈ જાહેરાત કરવા ઈચ્છુક નથી.

             એક ઇંટવ્યૂમાં તાપસીએ કહ્યું છે કે, તે સિંગલ નથી. રિલેશનશિપના સંદર્ભમાં વાત કરતા તાપસીએ કહ્યું છે કે, તે યોગ્ય સમય ઉપર આ સંદર્ભમાં જાહેરાત કરશે. લગ્નની વાત ઉપર તાપસીએ કહ્યું હતું કે, તે એ વખત લગ્ન કરશે તે હાલમાં જ તાપસીએ અનુભવ સિંહાની ફિલ્મ  થપ્પડના શૂંટિગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે અમૃતા પ્રિતમના રોલમાં નજરે પડી રહી છે. મંગળવારના દિવસે આ ફિલ્મને લઈને કેટલાક સિન પણ જાહેર કર્યા હતા સાથે સાથે તાપસીએ આ સંદર્ભમાં ફોટા પણ શેર કર્યા છે. તાપસીનું કહેવુ છે કે, તે ફિલ્મ ઇડસ્ટ્રીમાં ભૂમિકાઓને લઈને આશાવાદી છે. અક્ષય કુમાર અભિયન મંગલ મિશનમાં તાપસી છેલ્લે રજુ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર ધુમ મચાવી ગઈ હતી. તે પહેલા તે ડેવિડ ધવનની ફિલ્મ જુડવા-૨ ફિલ્મમાં પણ નજરે પડી હતી જેમાં વરૂણ ધવનની ભૂમિકા હતી.

 

(7:57 pm IST)