આ મોટુ પ્લેટફોર્મ છેઃ શિલ્પા શિંદે
ટીવી પરદાના ડાન્સ રિયાલીટી શોમાં અલગ ઓળખ ધરાવતાં ઝલક દિખલા જા શોની દસમી સિઝન આવી રહી છે. આ વખતે આ શોમાં શિલ્પા શિંદે અને અમળતા ખાનવિલકર પણ જોવા મળશે. પાંચ વર્ષ બાદ આવી રહેલા આ શોમાં કરણ જોહર, માધુરી દીક્ષિત નેને અને નોરા ફતેહી નિર્ણાયક તરીકે કામ કરશે. અગાઉ આ શોમાં શુભાંગી અત્રે દેખાવાની હતી, પણ તેને ઈજા થતાં તેની જગ્યા હવે શિલ્પા શિંદેએ લીધી છે. ભાબીજી ઘર પર હૈંમાં પહેલાં શિલ્પા હતી, તેણે શો છોડતાં શુભાંગીને પસંદ કરવામાં આવી હતી. શિલ્પાએ કહ્યું હતું કે મારી કારકિર્દી માટે બિગ બોસ માઇલ સ્ટોન હતો. આશા રાખુ કે ઝલક દિખલા જા શોનો મારો અનુભવ પણ ખુબ સારો રહે. આ ખુબ મોટુ પ્લેટફોર્મ છે. લોકોની આશા હું પુરી કરી શકુ તેવી મારી ઇચ્છા છે. મારા ફેવિરટ એક્ટર અને આઇકન સાથે ડાન્સ કરવાનો મારા માટે એકદમ અલગ અનુભવ હશે.