ફરીથી કાર્તિક અને કિયારા એકસાથે
અભિનેતા કાર્તિક આર્યનના સિતારા ખુબ ચમકી રહ્યા છે. ભૂલભૂલૈયા-૨ની સફળતા પછી કાર્તિક તેની શેહજાદાના કામમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું બજેટ પણ વધારી દેવામાં આવ્યું છે. હાલમાં ફિલ્મનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. બીજી તરફ કાર્તિક વધુ એક વખત કિયારા અડવાણી સાથે જોડી બનાવશે. આ ફિલ્મનું નામ સત્ય પ્રેમ કી કથા રખાયું છે. કાર્તિકે ઇન્સ્ટાગ્રામ પર આ ફિલ્મ વિશે લખીને જણાવ્યું છે કે તૈયારી શરૂ થઇ ગઇ છે. જેમાં તે વધુ એક વખત ભૂલભૂલૈયા-૨ ફેઇમ કિયારા અડવાણી સાથે જોવા મળશે. કિયારાને દર્શકોએ જૂગ જૂગ જીયોમાં પણ પસંદ કરી છે. આ ફિલ્મે એક્યાસી કરોડની કમાણી કરી હતી. સત્ય પ્રેમ કી કહાનીનું નિર્માણ સાજીદ નડિયાદવાલા કરી રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. કાર્તિક પાસે કેપ્ટન ઇન્ડિયા, ફ્રેડી અને કબીર ખાનની એક ફિલ્મ કતારમાં છે. કિયારા પણ અન્ય પ્રોજેક્ટમાં વ્યસ્ત છે.