ફિલ્મ જગત
News of Friday, 12th July 2019

મને પાર્ટનર મળતા ૪૬ વર્ષ જેટલો સમય લાગ્યોઃ ઇદ મુબારક બધાનેઃ અભિનેત્રી પુજા બત્રા સાથેનો ફોટો નવાબ શાહે શેર કર્યો

નવી દિલ્હી : હાલમાં એક્ટ્રેસ પૂજા બત્રા અને નવાબ શાહની એક રોમેન્ટિક તસવીર સામે આવી છે. તસવીર જોઈને ખ્યાલ આવે છે કે બંનેએ લગ્ન કરી લીધા છે. કલાકારોએ પોતાના સોશિયલ મીડિયામાં શેયર કરેલા એક વીડિયોમાં પુજાએ ચુડો પહેર્યો છે અને તેની સાથે નવાબનો હાથ જોઈને ખ્યાલ આવી જાય છે કે તેમણે લગ્ન કરી લીધા છે.

પાંચ જૂનના રોજ ઈદ પર નવાબ શાહે પૂજા બત્રાનો હાથ પકડ્યો હોય તેવી એક તસવીર શેયર કરી હતી. સાથે કેપ્શન આપ્યું હતું, 'મને પાર્ટનર મળતા 46 વર્ષ જેટલો સમય લાગ્યો. ઈદ મુબારક બધાને...' ઈદ બાદ નવાબે પૂજા સાથેની ઘણી તસવીરો શૅર કરી હતી.

થોડા સમય પહેલાં નવાબની બહેનના લગ્નમાં હાજરી આપવા નવાબ અને પૂજા કાશ્મીર ગયા હતા. તેમણે કાશ્મીરમાં લગ્ન કરી લીધા હોવાની માહિતી મળી છે. જોકે વિશે કોઈ વધારે માહિતી મળી નથી.

પૂજાના બીજા લગ્ન છે. તેણે અગાઉ ઓર્થોપેડિક સર્જન ડો. સોનુ આહલુવાલિયા સાથે લગ્ન કર્યા હતા. 2002માં પરણ્યા પછી તે કેલિફોર્નિયા સેટલ થઈ ગઈ હતી. લગ્નના નવ વર્ષ બાદ તેમણે છૂટાછેડા લઈ લીધા હતા. નવાબ છેલ્લે ભાગ મિલ્ખા ભાગ, ટાઈગર ઝિંદા હૈ, ડોન 2, દિલવાલે જેવી ફિલ્મોમાં દેખાયો હતો. પૂજા વિરાસત, હસીના માન જાયેગી, નાયક, એબીસીડી 2 જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે. નવાબ હવે સલમાન ખાનની દબંગ 3માં જોવા મળશે. પૂજા છેલ્લા થોડા વર્ષોથી લો પ્રોફાઈલ લાઈફ જીવી રહી છે.

(5:04 pm IST)