ફિલ્મ જગત
News of Friday, 12th July 2019

માતાના નામ પર કાર્તિકે મુંબઈમાં ખરીદ્યો ફ્લેટ

મુંબઈ:કાર્તિક આર્યને મુંબઇના વરસોવા પરમાં એક ફ્લેટ ખરીદ્યો છે. આ ફ્લેટની ખાસ વાત એ છે કે,  આ એજ ઘર છે જેમાં તે પેઇંગ ગેસ્ટ તરીરે રહેતો હતો. કાર્તિક ગ્વાલિયરથી મુંબઇ આવ્યો ત્યારે, તે પોતાના સંઘર્ષના દિવસોમાં આ ફ્લેટમાં અન્ય યુવકો સાથે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો. કાર્તિકે આ ફ્લેટ માટે રૂપિયા એક કરોડ ૬૦ લાખ ચુકવ્યા છે. બિલ્ડિંગના પાંચમા માળે આવેલા આ ફ્લેટનો કાર્પેટ એરિયા ૪૫૯ સ્કે.ફૂટ  છે. કાર્તિકે આ સોદો મે મહિનાના મધ્યમાં કર્યો છે. તેણે આ ફ્લેટની સ્ટેમ્પ ડયુટી તરીકે ૯.૬૦ લાખ રૂપિયા ચુકવ્યા છે. કાર્તિકની માતા માલા તિવારીનું નામ ડોક્યુમેન્ટસમાં છે. તેમજ કાર્તિકના હોમટાઉન ગ્વાલિયરનું સરનામુ લખવામાં આવ્યું છે. 

(4:59 pm IST)