ફિલ્મ જગત
News of Friday, 12th July 2019

'કોન બનેગા કરોડપતિ'નો નવો પ્રોમો આવ્યો સામે

મુંબઈ: ટીવી શો કોન બનેગા કરોડપતિનો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં શોનો નવો અંદાજ જોવા મળી રહ્યો છે. નવા પ્રોમોમાં વિશ્વાસ  રાખવા માટેની શિખામણ આપતા અમિતાભ બચ્ચન નજરે પડે છે. પ્રોમો જોતા ખબર પડે છે કે એક વાર ફરી અમિતાભ ચ્ચન જબરદસ્ત અંદાજમાં શોના હોસ્ટ તરીકે નજરે પડશે. ઓગસ્ટમાં શરૂ  કોન બનેગા કરોડપતિ 11ને ટેલિકાસ્ટ કરવામાં આવશે તેની પહેલા પોતાનો નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે જેને દર્શકોએ ખુબ પસંદ કર્યો છે. અમિતાભ બચ્ચને પોતના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ પ્રોમો શેયર કરતા લખ્યું છે. ઓગસ્ટમાં કોન બનેગા કરોડપતિ સાથે ફરી એકવાર આ 11 મી સીઝનમાં મારી સાથે બન્યા રહો.

(4:57 pm IST)