ફિલ્મ જગત
News of Friday, 12th July 2019

બાદશાહના આલબમ પાગલને ર૪ કલાકમાં મળ્યા ૧૦૦ મિલ્યન વ્યુઝ

સેલિબ્રેશન : આલ્બમની સફળતાને માણવા માટે કલર્સ ચેનલનાં 'ખતરા ખતરા ખતરા' શોમાં પહોંચ્યો બાદશાહ

મુંબઇ તા. ૧ર :.. બાદશાહનાં નવા આલ્બમ 'પાગલ' ને યુ-ટયુબ પર ર૪ કલાકમાં ૧૦૦ મિલ્યનથી વધુ વ્યુઝ મળ્યા છે. આ સાથે જ આ વિડીયો આલ્બમે ટેલર સ્વિફટ અને બીટીએસનો ર૪ કલાકમાં સૌથી વધુ વખત જોવાનો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાને નામે કરી લીધો છે. આ વિડીયોને લોસ-એન્જલસનાં વિવિધ સ્થાનો પર શૂટ કરવામાં આવ્યો છે. આ વિડીયો દ્વારા પ્લે બોય ર૦૧૯ ની મ્યુઝ રોઝ રોમેરોએ ઇન્ડિયન મ્યુઝીક વિડીયોમાં એન્ટ્રી કરી છે. આ આલ્બમને મળેલાં પ્રતિસાદ પર બાદશાહે કહયું હતું કે 'હું ખૂબ ઉત્સાહિત છું અને મારા આલ્બમને ર૪ કલાકમાં લોકોએ જે પ્રેમ આપ્યો છે એનાથી હું ખુબ ખુશ છું. ભારતીય સંગીતને વિદેશમાં રહેતાં લોકો સુધી પહોંચાડવાનાં ઉદેશથી અને 'પાગલ' બનાવ્યું છે. આ ગીત દ્વારા મારા ફેન્સે મારા સપનાને પુરૂ કરવામાં ખૂબ મદદ કરી છે. આ આલ્બમ સાથે અમે ખુબ આગળ વધીશું.'

(11:38 am IST)