ફિલ્મ જગત
News of Friday, 12th July 2019

ઇમરાન હાશ્મીએ ખરીદી ૪ કરોડની લમ્બોર્ગિની

મુંબઇ તા. ૧ર :.. ઇમરાન હાશ્મીએ તાજેતરમાં જ લમ્બોર્ગિર્ની હુરાકેન કાર ૪ કરોડ રૂપિયામાં ખરીદી છે. મુંબઇનાં રસ્તા પર યલો લકઝરી કારને ડ્રાઇવ કરતાં ઇમરાન  જોવા મળ્યો હતો. કારને ટેમ્પરરી નંબર આપવામાં આવ્યો છે. આ કારની વિશેષતા એ છે કે તે ૩રપ કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. સાથે જ આ કાર ૦ થી માંડીને ૧૦૦ કિલો મીટર પ્રતિ કલાકની સ્પીડ માટે માત્ર  ૩ સેકન્ડનો સમય લે છે. ઇમરાનની ફિલ્મની વાત કરીએ તો તેણે તાજેતરમાં જ '' ચહેરે'' નું શૂટિંગ પુરુ કર્યું છે. આવતા વર્ષે રિલીઝ થનારી આ ફિલ્મમાં તેની સાથે અમિતાભ બચ્ચન પણ જોવા મળશે.

(11:37 am IST)