ફિલ્મ જગત
News of Friday, 12th July 2019

શર્મિનને પણ જવું છે કાર્તિક સાથે ડેટ પર

બોલીવૂડમાં કાર્તિક આર્યન હાલમાં ખુબ ચર્ચીત ચહેરો છે. નવી-નવી હિરોઇનો કાર્તિકને સતત પસંદ કરી રહી છે અને તેના પ્રત્યે ક્રશ હોવાનું ખુલ્લેઆમ સ્વીકારી રહી છે. સારા અલી ખાને પણ એક ઇન્ટવ્યુમાં પોતે કાર્તિક આર્યનને ડેટ કરવા ઇચ્છતી હોવાનું કહ્યું હતું. તો ચંકી પાંડેની દિકરી અનન્યા પણ આવું કહી ચુકી હતી. અનન્યા અને સારા બંને હાલમાં કાર્તિક સાથે એક-એક ફિલ્મ કરી રહી છે. તો હવે બોલીવૂડમાં મલાલ ફિલ્મથી એન્ટ્રી કરનાર સંજય લીલા ભણશાલીની ભત્રીજી શર્મિન સહગલનું દિલ પણ કાર્તિક પર આવ્યું છે. તેણે પણ કાર્તિક સાથે ડેટીંગ પર જવાની વાત કરી છે. એક ઇવેન્ટમાં શર્મિને અનેક વાતો જણાવી હતી. શર્મિને કહ્યું હતું કે જો મને કાર્તિકને કંઇ પુછવાની તક મળશે તો હું તેને એક જ સવાલ પુછીશ કે તું મારી સાથે ડેટ પર આવીશ? શર્મિનની પહેલી ફિલ્મ મલાલમાં તેનો અભિનય સારો રહ્યો છે પરંતુ ફિલ્મને દર્શકોએ ખાસ પસંદ કરી નથી. જાવેદ જાફરીના પુત્રએ પણ આ ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરી છે.

(10:13 am IST)