ફિલ્મ જગત
News of Thursday, 12th July 2018

ભારત ફિલ્મમાંથી કેટરીના કૈફનું ગેસ્ટ રોલ થયો કટ

મુંબઈ: સલમાન ખાનની આગામી ફિલ્મ 'ભારત માં કેટરિના કૈફ એક મહેમાન ભૂમિકામાં દેખાવાની હતી. પરંતુ હવે તેને આ ફિલ્મમાંથી દૂર કરવામા આવી છે. જોકે આ વાતથી કેટરિના બિલકુલ નારાજ નથી થઇ. નિર્માતાને આ પાત્ર ફિલ્મમાં મહત્વપૂર્ણ લાગતું ન હોવાથી એકમતથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રે સોશિયલ મીડિયાના પોર્ટલને જાણકારી આપી હતી કે, કેટરિનાના રોલની આ ફિલ્માં ખાસ મહત્વ લાગતું નહોતું. તેની હાજરી દર્શકો પર કોઇ પ્રભાવ પાડી શકે તેમ નહોતી. એટલું જ નહીં તેના રોલથી ફિલ્મની વાર્તામાં પણ કોઇ ફરક પડતો નહોતો. તેથી નિર્માતાએ કેટરિનાને આ ફિલ્મમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો. જોકે નિર્માતાએ આ માટે સલમાન, કેટરિના અને અલી અબ્બાસ સાથે વાતચીત કર્યા બાદ જ લીધો છે. કેટરિના અલી અબ્બાસ જાફરની સારી મિત્ર છે તેમજ સલમાન સાથેના તેના સંબંધો તો સહુજાણે છે. તેથી કેટરિનાએ પાત્ર વિશે લાંબુ વિચાર્યા વગર જ આ પાત્ર માટે હા પાડી દીધી હતી. આ ફિલ્મ દ્વારા પ્રિયંકા ચોપરા ફરી બોલીવૂડમા ંસક્રિય થઇ રહી છે. પ્રિયંકા ઉપરાંત આ ફિલ્મમાં સલમા નસાથે દિશા પટાણી પણજોવા મળશે.

 

 

(4:49 pm IST)