ફિલ્મ જગત
News of Thursday, 12th July 2018

પૂર્વ પીએમ મનમોહન સિંહના પાત્રને લઈને અનુપમ ખેરે કર્યો ખુલાસો

મુંબઇ : સિનિયર અભિનેતા અનુપમ ખેરે કહ્યું હતું કે મને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘનો રોલ ઑફર થયો ત્યારે શરૃમાં હું મૂંઝાયો હતો તેમ રમૂજ પણ અનુભવી હતી. પોતાના ફેન્સ સાથે સવાલ જવાબ કરતાં એક ફેનને અનુપમે જણાવ્યું,'પહેલીવાર મને રોલ ઑફર થયો ત્યારે શરૃમંા મેેં રમૂજ અનુભવી તેમ મૂંઝાયો પણ ખરો. મનમોહન સિંઘ હજુ હયાત છે અને એમની કામગીરી સૌ જાણે છે... પરંતુ સ્ક્રીપ્ટ વાંચી ત્યારે હું ચોંકી ઊઠયો કારણ કે કોઇ પણ અભિનેતા માટે રોલ એકદમ ચેલેંજિંગ છે' એમ અનુપમે કહ્યું હતું. ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘના એક સમયના સચિવ સંજય બરુપએ લખેલા પુસ્તક ધી એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર પર ફિલ્મ આધારિત છે. અનુપમે કહ્યું કે લંડનમાં શૂટિંગ કરતી વખતે મને ઘણી મોજ પડી. હું એક પ્રોફેશનલ એક્ટર છું અને મારા પાત્ર માટે પૂરતી તૈયારી કર્યા પછી કેમેરાની સામે જાઉં છું. એટલે મને રોલ કરતી વખતે કોઇ મુશ્કેલી પડી નહોતી. મનમોહન સિંઘની પત્ની ગુરુશરણ કૌર તરીકે દિવ્યા શેઠ શાહ ચમકી રહ્યાં છે અને પુસ્તકના લેખક સંજય બરુ તરીકે અક્ષય ખન્ના ચમકી રહ્યો છે. અનુપમે કહ્યું કે કોઇ અભિનેતાને આવી સ્ક્રીપ્ટ જીવનમાં એકાદ વાર મળતી હોય છે. આવી સ્ક્રીપ્ટ વારંવાર હાથમાં આવે નહીં.

(4:48 pm IST)