ફિલ્મ જગત
News of Thursday, 12th July 2018

'મોતીચૂર ચકનાચૂર': નવાજુદ્દિન અને આથિયાની કોમેડી

બોલીવૂડમાં જોરદાર અભિનય માટે જાણીતો નવાજુદ્દિન સિદ્દીકી હવે કોમેડી ફિલ્મ કરવાનો છે. તેની સાથે સુનિલ શેટ્ટીની દિકરી આથિયા શેટ્ટીને રોલ મળ્યો છે. આ ફિલ્મનું નામ 'મોચીચૂર ચકનાચૂર' એવું રખાયું છે. ફિલ્મનું શુટીંગ લખનોૈમાં શરૂ થશે. કહાની સાંભળતા જ નવાજુદ્દિને ફિલ્મમાં કામ કરવાની હા કહી દીધી હતી. તેની ઇચ્છા છે કે આ વર્ષમાં જ ફિલ્મનું શુટીંગ પુરૂ થઇ જાય. ફિલ્મનું નિર્દેશન દેબમિત્ર હસન કરશે, તેની આ પ્રથમ ફિલ્મ છે. તેણે અત્યાર સુધી નિર્દેશક તરીકે ટીવી પર કામ કર્યુ છે. નિર્માતા રાકેશ ભાટીયાની આ ફિલ્મમાં ભરપુર કોમેડી હશે. પહેલીવાર આથિયા અને નવાજુદ્દિન સાથે કામ કરશે. વર અને કન્યાના પરિવાર વચ્ચેની કોમેડી આ ફિલ્મમાં જોવા મળશે.

(9:46 am IST)