News of Thursday, 12th July 2018
લવરંજન સાથે અજયની બીજી ફિલ્મઃ રણબીરને પણ રોલ
ક્રિસમસના તહેવાર પર મોટે ભાગે ખાનની ફિલ્મો રિલીઝ થતી હોય છે. પણ ૨૦૨૦ની ક્રિસમસ પર અજય દેવગણ અને રણબીર કપૂરની ફિલ્મ આવશે. પ્યાર કા પંચનામા ૧-૨, સોનુ કે ટીટૂ કી સ્વીટી જેવી હિટ ફિલ્મો બનાવનારા લવ રંજન પોતાની આગામી ફિલ્મ માટે મોટા સ્ટારની પસંદગી કરી છે. જેમાં અજય દેવગણ અને રણબીર કપૂરને સામેલ કર્યા છે. આ ફિલ્મનું શુટીંગ ૨૦૧૯ના મધ્યમાં શરૂ થશે અને ૨૫ ડિસેમ્બર-૨૦૨૦ના રોજ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મની હિરોઇન હજુ નક્કી થઇ નથી. લવરંજન અજય સાથે બીજી એક ફિલ્મ પણ બનાવી રહ્યા છે. આ ફિલ્મ ઓકટોબરમાં રિલીઝ કરવાનું નક્કી થયું હતું. પણ હજુ શુટીંગ શરૂ થઇ શકયું નથી.
(9:46 am IST)