કાલે દિશા પટ્ટણીનો જન્મદિન પાર્ટીમાં ટાઇગર શ્રોફ હાજર રહેશે કે નહી? ભારે ચર્ચા
નવી દિલ્હીઃ બોલીવુડ એકટ્રેસ દિશા પટણી ૧૩ જુનના રોજ પોતાનો ર૭ મો બર્થડે સેલીબ્રેટ કરવા જઇ રહી છે. મળતા સમાચારો અનુસાર દિશા પટણીએ પોતાના બર્થડે સેલીબ્રેશનની તૈયારીઓ પુરી કરી લીધી છે આ દરમીયાન ફેંસને પ્રશ્ન છે કે શું તેમની બર્થડે પાર્ટીમાં તેમના બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફ પણ સામેલ થશે? એક ઇન્ટરવ્યુ દરમિયાન હવે તે મોટી થઇ ગઇ છે અને તેમને વિચિત્ર લાગે છે જયારે બર્થડે પર લોકોતેમને વિશ કરવા માટે કોલ અથવા મેસેજ કરે છે.
દિશા આગળ જણાવે છે કે તે અત્યારે પોતાની ફિલ્મ મલંગનંુ શુટીંગમાં ખુબ બીજી છે તો કદાચ તે પોતાના મિત્રો સાથે ડીનર પર જઇ શકે છે. હવે તેમને પુછવામાં આવ્યં ુ કે શું એકટર જેકી શ્રોફ પણ તેમના આ પ્લાનનો ભાગ બનશે તેના પર દિશા પટણીએ કહયું કે હજુ સુધી પાકો પ્લાન નથી પરંતુ જોઇએ શું થાય છે. જો દિશા પટણી ઉપરાંત અનિલ કપુર આદિત્ય રોય કપુરને કૃણાલ ખેમુ જેવા કલાકાર પણ જોવા મળશે. આ ફિલ્મને આગામી વર્ષે વેલેન્ટાઇનસ ડેના દિવસે રીલીઝ કરવામાં આવશે.
ભારતની સફળતા વિશે પુછવામાં આવતા દિશા પટણીએ કહયું કે એક પોઝીટીવ ફિલ્મ હતી મને ખુબ ખુશી છે કે મારી ફેમીલીને આ ફિલ્મમાં મારો રોલ સારો લાગે છે. તેમને ખરેખર મારા પર ગર્વ હતો જેને જોઇને ખુબ ખુશી થઇ.