ફિલ્મ જગત
News of Wednesday, 12th June 2019

રિતિક-ટાઇગરનો ડબલ ડોઝ

બોલીવૂડના સુપરસ્ટાર રિતિક રોશનની ફિલ્મ સુપર-૩૦ રિલીઝ થવાની તૈયારી છે. તેનું ટ્રેલર અમુકને ગમ્યું છે તો અમુકે વખાણ કર્યા નથી. રિતિક આ ઉપરાંત સિધ્ધાર્થ આનંદની ફિલ્મ કરી રહ્યો છે. જેમાં ટાઇગર શ્રોફ તેની સાથે છે. આ પ્રોજેકટ માટે રિતિકને ખુબ મોટી રકમ મળી હોવાનું કહેવાય છે. આ ફિલ્મ માટે રિતિકને અધધધ અડતાલીસ કરોડ મળ્યાનું કહેવાય છે. ખુબ મોટા બજેટની આ ફિલ્મ કોઇ મોટા તહેવારની રજામાં રિલીઝ કરવાનો પ્લાન છે. ફિલ્મમાં એકશન સિન્સ પણ ટોપ કલાસના હશે. યશરાજ બેનર આ ફિલ્મને સારામાં સારી વિઝયુઅલ ફિલ્મ બનાવવાના દરેક પ્રયાસ કરશે. રિતિક પર નિર્માતાઓને પણ ભરોસો છે. રિતિકની ફિલ્મના સેટેલાઇટ અને ડિઝિટલ રાઇટ્સના પણ સારા રૂપિયા મળે છે. રિતિકની જેમ ટાઇગર પર એકશન અને ડાન્સને કારણે મોટો ચાહક વર્ગ ઉભો કરી ચુકયો છે. આમ આ ફિલ્મમાં બંને સ્ટારના ચાહકોને એકશનનો ડબલ ડોઝ જોવા મળશે તે નક્કી છે.

(10:11 am IST)