ફિલ્મ જગત
News of Wednesday, 12th May 2021

સલમાન ખાન જયારે ડાન્સ કરે છે ત્યારે ખુલ્લા દિલથી કરે છે : દિશા પટની

 મુંબઈ: દિશા પટની આગામી એકશન થ્રિલર 'રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ'માં સલમાન ખાનની વિરુધ્ધ જોવા મળશે, જે ઈદ પર પર વ્યૂ પર ડિજિટલ રીલીઝ થશે. વર્ષ 2019 ની ફિલ્મ 'ભારત' માં સલમાન સાથે કામ કરી ચૂકેલી દિશા કહે છે કે સુપરસ્ટારનો ડાન્સ જોઈને હંમેશા આનંદ થાય છે. ફિલ્મમાં તેનો પ્રખ્યાત ડાન્સ નંબર 'સીટી માર' ને સારો રિસ્પોન્સ મળ્યો હતો. જે 26 એપ્રિલના રોજ યુટ્યુબ પર તેની સત્તાવાર રજૂઆત પછી 110 મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે. દિશા કહે છે કે સલમાનની સાથે ફિલ્મના નિર્દેશક પ્રભુ દેવાએ પણ ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે.

(5:23 pm IST)