ફિલ્મ જગત
News of Wednesday, 12th May 2021

ફિલ્મો જ મારી જિંદગી છેઃ ફાતિમા સના શેખ

ફિલ્મી દુનિયામાં એવા ઘણા કલાકારો છે જે અગાઉ બાળ કલાકાર તરીકે પણ કામ કરી ચુકયા હોય. તેમાંની એક ફાતિમા સના શેખ પણ છે. દર્શકો તેને દંગલ ફિલ્મથી ઓળખતા થયા, પરંતુ ફાતિમા વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે.  ૧૯૯૭માં ફાતિમાએ ફિલ્મ ઇશ્ક, ચાચી ૪૨૦, બડે દિલવાલા, વન ટુ કા ફોર સહિતની ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યુ હતું. ૨૦૧૬માં દંગલ, ઠગ્સ ઓફ હિન્દુસ્તાન પછી હવે તે જાણીતી અભિનેત્રી બની ચુકી છે. લુડો, સુરજ પે મંગલ ભારી પછી છેલ્લે અજીબ દાસ્તાન્સમાં તે ખાસ ભુમિકામાં દિલ જીતી ગઇ હતી. ફાતિમા કહે છે હું કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને ભુમિકા નિભાવતી થઇ છું. હું સંઘર્ષના દિવસોમાંથી પણ ઘણુ શીખી છું. દરેક પરિસ્થિતિએ મને શીખામણ આપી છે. હું એટલુ કહીશ કે ફિલ્મો જ મારી દુનિયા છે, ફિલ્મો જ મારી જિંદગી છે. ફાતિમા હશે હાલમાં નવા પ્રોજેકટ પણ હાથ પર છે.

(10:13 am IST)