ફિલ્મ જગત
News of Wednesday, 12th May 2021

આશુતોષ રાણાને વેબ સિરીઝમાં ખાસ ભુમિકા

ડિજીટલ પ્લેટફોર્મ પર અલગ અલગ વિષયો ધરાવતી સિરીઝની ભરમાર મળી રહે છે. અનેક મોટા અભિનેતા અને અભિનેત્રીઓ હાલમાં ડિજીટલ પ્લેટફોર્મ માટેની સિરીઝમાં કામ કરતાં થઇ ગયા છે. આશુતોષ રાણા પણ સામેલ થયો છે. ડિઝની પ્લસ હોટસ્ટાર માટેની સિરીઝ 'સિકસ સસ્પેકટ્સ'માં આશુતોષ રાણા ખાસ ભુમિકા નિભાવી રહ્યો છે. આ વેબ સિરીઝ નવલકથાકાર અને વિદેશ સચિવ વિકાસ સ્વરૂપની સિકસ સસ્પેકટ્સ નામની નવોેલ પરથી આધારીત છે. જેની કહાની એવી છે કે ઉત્તર પ્રદેશના હોમ મિનિસ્ટરના દિકરાનું તેની જ પાર્ટીમાં ખૂન થઇ જાય છે. પોલીસ ત્યાં હાજર મહેમાનોમાંથી છ શંકાસ્પદને ઉઠાવે છે અને તપાસ શરૂ કરે છે. આ સિરીઝનું નિર્દેશન તિગ્માંશુ ધુલીયા કરી રહ્યા છે. સિરીઝમાં સ્કેમ સિરીઝ ફેઇમ પ્રતિક ગાંધી, મસાન ફેઇમ રિચા ચઢ્ઢા, બેતાલ ફેઇમ જતિન ગોસ્વામી, સાહેબ બીબી ઓૈર ગેંગસ્ટર ફેઇમ દિપરાજ રાણા સહિતના કલાકારો છે.

(10:12 am IST)