અધધધ ફોલોઅર્સ ધરાવે છે મોનાલિસા
ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ હિન્દી ટીવી સિરીયલોમાં કામ કરી મોટી ચાહના મેળવી છે. ટીવી શો નઝરમાં ૨૦૧૮-૨૦માં કામ કર્યા પછી નઝર-૨માં પણ તેણે ડાયનની મહત્વની ભુમિકા મેળવી હતી. હાલમાં તે નમક ઇશ્ક કા શોમાં ઇરાવતી વર્માના રોલમાં દેખાઇ રહી છે. ૧૯૯૭થી અભિનયની દુનિયામાં સક્રિય મોનાલિસાએ ભોજપુરીની સો જેટલી ફિલ્મો કરી છે. આ ઉપરાંત હિન્દી, તેલુગુ, કન્નડ અને બંગાલી તથા તમિલ ફિલ્મો પણ કરી છે. મોનાલિસા સોશિયલ મિડીયા પર પણ ભરપુર સક્રિય રહે છે. સતત તે પોતાના હોટ એન્ડ બોલ્ડ ફોટાઓ અને વિડીયો ચાહકો માટે પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં તેણે કાળા રંગના ડ્રેસ સાથેની ગ્લેમરસ તસ્વીરો પોસ્ટ કરી હતી. તે સાથે જ આ તસ્વીરો વાયરલ થઇ ગઇ હતી. આ ડ્રેસમાં મોનાલિસાએ હોટ અંદાજમાં પોઝ આપ્યા છે. તેના લૂકને ચાહકોએ ભરપુર પસંદ કર્યો હતો. ઇંસ્ટાગ્રામ પર મોનાલિસાના ૪.૩ મિલિયન ફોલોઅર્સ છે. કોરોના પોઝિટિવમાંથી નેગેટિવ થયા પછી તે ફરી કામે લાગી છે.