ફિલ્મ જગત
News of Monday, 12th April 2021

તબ્બુએ પુરૂ કર્યુ શુટીંગઃ વધુ એક ફિલ્મમાં મુખ્ય ભુમિકા

તબ્બુએ એક ફિલ્મ ભૂલભૂલૈયા-૨નું શુટીંગ પુરૂ કરી લીધું છે. હવે તેની પાસે વધુ એક મોટી ફિલ્મ આવી છે. અભિષેક પાઠકની મહિલા કેન્દ્રીત ફિલ્મ તબ્બુએ સાઇન કરી છે. આ ફિલ્મ મલ્ટીસ્ટારર હોઇ શકે છે. પણ તબ્બુ તેમાં મુખ્ય ભુમિકામાં છે. અભિષેક પાઠકે ત્રણ વર્ષ પહેલા સની સિંહ અને માનવી ગગરૂ સાથે ઉજડા ચમન નામની ફિલ્મ બનાવી હતી. એ પહેલા તેણે પ્યાર કા પંચનામા, રેડ, ખુદા હાફિઝ જેવી ફિલ્મોનું નિર્માણ કર્યુ હતું. તબ્બુ સાથે અભિષેક પાઠકે અગાઉ દ્રશ્યમમાં કામ કર્યુ હતું. દ્રશ્યમ અભિષેકે વાયકોમ-૧૮ સાથે મળીને પ્રોડ્યુસ કરી હતી. તબ્બુએ ડ્રામાથી માંડી કોમેડી એમ દરેક પ્રકારની ફિલ્મો કરી છે. જવાની જાનેમનમાં તેના હિપ્પીના પાત્રએ પણ લોકોને ખુબ હસાવ્યા હતાં.  ભૂલભૂલૈયા-૨માં તબ્બુ વિદ્યા બાલન પર ફિલ્માવાયેલા મેરે ઢોલના...રિક્રિએટ કરતી જોવા મળવાની છે. કાર્તિક આર્યન કોરોના પોઝિટિવ આવતાં ભૂલભૂલૈયા-૨નું શુટીંગ વચ્ચે અટકાવવું પડ્યું હતું. તબ્બુ એ સુટેબલ બોય સિરીઝ પણ કરી ચુકી છે.

(10:21 am IST)