સતત મોટી ફિલ્મો મેળવી રહી છે જૈકલીન ફર્નાન્ડીઝ
બોલીવૂડમાં એક વખત તમારા કામને ઓળખી લેવામાં આવે પછી તમારે અહિ કદી પણ કામની ખપત રહેતી નથી. શ્રીલંકન સુંદરી જૈકલીન ફર્નાન્ડીઝ અત્યારે બોલીવૂડની ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે. હાલમાં તે અક્ષય કુમાર સાથે રામસેતુ, રણવીરસિંહ સાથે સર્કસ જેવી મોટી ફિલ્મો કરી રહી છે. તો સલમાન ખાન સાથે કિક-૨ પણ તેના હાથમાં છે. સતત મોટી ફિલ્મો મેળવવામાં સફળ રહેતી જૈકલીનને વધુ એક ફિલ્મ મળી છે. એકશન પેકડ થ્રિલર ફિલ્મ તેણે સાઇન કરી લીધી છે. આ ફિલ્મનું પ્રારંભીક નામ 'દિયા' રખાયું છે. ભુષણ કુમાર નિર્મિત આ ફિલ્મનું લંડનમાં શુટીંગ થશે. જુન મહિનામાં શરૂ થનારા શુટીંગ માટે જૈકલીન હાલના પ્રોજેકટ પુરા કરી લંડન જશે. જો કોરોના વાયરસ નહિ નડે તો શુટીંગ સમયસર શરૂ થઇ જશે. ફિલ્મનું પ્રાથમિક કામ મુંબઇમાં કરી લેવામાં આવશે. અક્ષય કુમાર કોરોના સંક્રમિત થતાં રામસેતુનું શરૂ થયેલુ શુટીંગ અટકાવી દેવાયુ હતું. જૈકલીન ટુંક સમયમાં ફિલ્મ અટૈકમાં જોન અબ્રાહમ સાથે તથા ભૂત પુલિસમાં જોવા મળવાની છે. બચ્ચન પાંડેમાં પણ તે છે.