ફિલ્મ જગત
News of Friday, 12th April 2019

પૉપ સિંગર બનશે માધુરી દીક્ષિત

મુંબઈ:અભિનેત્રી માધુરી દીક્ષિત નેને ફિલ્મોમાં પોતાના અભિનયથી જાણીતી અને લોકપ્રિય છે. તેની આગામી ફિલ્મ કલંકમાં તેણે ગીત તબાહ હો ગયેમાં કથક નૃત્ય કરી પ્રશંસકોના દિલ જીતી લીધા છે. માધુરી અભિનય અને નૃત્ય બાદ હવે સંગીતમાં પોતાનું નસીબ અજમાવી રહી છે. માધુરીએ આ અંગે જણાવ્યું હતું કે અભિનય અને નૃત્યના શોખ પૂર્ણ કર્યા બાદ હું પ્રોફેશનલ લેવલ પર સિગિંગમાં હાથ અજમાવી રહી છું. મારું પહેલુ આલબમ બનીને તૈયાર થઈ ગયું છે જે આ વર્ષે જ રિલીઝ કરવાની મારી યોજના છે. જો કે માધુરીએ અગાઉ ફિલ્મ ગુલાબ ગેંગમાં રંગી સારી નામનું ગીત ગાયું છે.

(5:20 pm IST)