સફળતાને હાવી થવા દેવા નથી ઇચ્છતી આલિયા ભટ્ટ
બોલીવૂડમાં પોતાના અભિનયને કારણે ટોચ પર પહોંચી ચુકેલી અભિનેત્રી આલિયા ભટ્ટે વર્ષ ૨૦૧૮માં અનેક એવોર્ડ પોતાના નામે કર્યા છે. હાલમાં તે નંબર વન અભિનેત્રી ગણાય છે. આલિયા કહે છે હું આ બાબતથી અત્યંત ખુશ છું. મને ચાહકો તરફથી ભરપુર પ્રેમ મળી રહ્યો છે. પરંતુ હું મારી સફળતા વિશે બહુ વિચારતી નથી. હું જે કંઇ કરી રહી છું તે મારા માટે મહત્વનું છે. મને હાલમાં જે કંઇ મળી રહ્યું છે, મારી જિંદગીમાં જે કંઇ થઇ રહ્યું છે અને મને મોટી તકો મળી રહી છે તે માટે હું સોૈની આભારી છું. જો કે સ્ટારડમને હું મારા પર હાવી થવા દેવા ઇચ્છતી નથી. મારું કામ સેટ પર મારા પાત્રને ન્યાય આપવાનું અને નિર્દેશકના સુચન મુજબ અભિનય કરવાનું છે. એ પછી જે થાય છે તેના પર હું ધ્યાન આપતી નથી. મારે મારા કામ પ્રત્યે ઇમાનદારી દેખાડવી છે. હું નંબર વન હોઉ કે ન હોઉ તેનાથી ફરક પડતો નથી. આલિયાની ફિલ્મ કલંક ૧૭મીએ આવી રહી છે.