ફિલ્મ જગત
News of Friday, 12th April 2019

એકશન ફિલ્મ બનાવવાની કંગનાની તૈયારી

અભિનેત્રી કંગના રનોૈત ફિલ્મ મણિકર્ણિકાની સફળતા બાદ ફરી એક વખત અભિનય સાથે નિર્દેશકની ભૂમિકા પણ નિભાવવાની છે. આ વખતે કંગના પાસે જોરદાર એકશન ડ્રામા પ્રોજેકટ હાથ આવ્યો છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટનું કામ પણ લગભગ પુરૂ થઇ ગયું છે. કંગનાએ કહ્યું હતું કે હું મારા આગામી પ્રોજેકટની ઘોષણા માટે તૈયાર છું. આ એક એકશન ફિલ્મ છે. આ માટે મેં ઘણી તૈયારી કરી છે. અમે સ્ક્રિપ્ટ હાલમાં લોકમાં રાખી છે. ટુંક સમયમાં જ ફોટોશૂટ કરાવશું અને એ પછી પોસ્ટર રિલીઝનું કામ કરીશું.  આ ફિલ્મને ખુબ મોટા બજેટ સાથે બનાવવાની પણ અમારી યોજના છે. હું આ નવા પ્રોજેકટથી ખુબ ઉત્સાહિત છું. ફિલ્મ માટે જોઇએ તેટલુ બજેટ મળવું થોડુ મુશ્કેલ છે, એ પણ મહિલા કેન્દ્રીત ફિલ્મ હોય ત્યારે વધુ તકલીફ પડતી હોય છે. પણ મને આશા છે કે મણિકર્ણિકાની સફળતા બાદ બજેટનું કામ મારા માટે સરળ થઇ જશે. આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારીત હશે. કંગનાની આગામી ફિલ્મોમાં મેન્ટલ હૈ કયા સામેલ છે. તો જયલલિતાની બાયોપીકમાં પણ તે કામ કરવાની છે.

(9:33 am IST)