વરૂણ- કેટરીના સાથે જૈકલીન કે વાણી કપૂર?
બોલીવૂડના ચાર્મિંગ બોય વરૂણ ધવને જેટલી ફિલ્મો કરી છે તેમાંથી બે-ત્રણને બાદ કરતાં તમામ ફિલ્મો સુપરહિટ સાબિત થઇ છે. તેની સાથે લગભગ દરેક હિરોઇન કામ કરવા આતુર હોય છે. હવે કયુટ કેટરીના કૈફ પણ તેની સાથે જોડી બનાવશે. એબીસીડી ફિલ્મની સિકવલની આગામી ફિલ્મમાં વરૂણ-કેટરીનાની જોડી કામ કરશે. રેમો ડિસુઝા અને ભુષણ કુમાર સાથે મળી આ ફિલ્મ બનાવશે. ફિલ્મના મુખ્ય કલાકારોની પસંદગી થઇ ચુકી છે. ત્રણ મુખ્ય પાત્રો હશે. વરૂણની ડાન્સીંગ ક્ષમતા એબીસીડી-૨માં સોૈ કોઇ જોઇ ચુકયા છે. તેમાં તેની સાથે શ્રધ્ધા કપૂરને લેવાઇ હતી. કેટરીનાને પણ સલમાને બેસ્ટ ડાન્સરનો ખિતાબ આપ્યો છે. કેટરીના સિવાય બીજી હિરોઇન કોણ હશે તે હવે નક્કી થશે. જૈકલીન ફર્નાન્ડીઝ અને વાણી કપૂરના નામની ચર્ચા છે. ત્રીજો ભાગ પણ ડાન્સ પર આધારીત હશે. આ ફિલ્મ પણ થ્રીડીમાં બનશે.