ઉર્વશી પાસે ફિલ્મોની કતાર
હોટ બોલ્ડ અને ખુબસુરત અભિનેત્રી ઉર્વશી રોૈતેલા સોશિયલ મિડીયા પર સોૈથી વધુ સક્રિય રહેતી અભિનેત્રીઓ પૈકીની એક છે. હાલમાં તે ઇન્સપેકટર અવિનાશ નામની ફિલ્મ કરી રહી છે. આ ફિલ્મનું પહેલા શેડ્યુલનું શુટીંગ તેણે પુરૂ કરી લીધું છે. આ વિશેની પોસ્ટ તેણે કરી હતી. ઉર્વશી આ ફિલ્મમાં અભિનેતા રણદીપ હુડ્ડા સાથે જોવા મળવાની છે. તેણે તસ્વીર સાથે લખ્યું છે કે પહેલા શેડ્યુલનું કામ પુરૂ થયું છે. મને આ વખતે એવી ભુમિકા મળી છે જેના માટે મારે ખુબ જ વધારે તૈયારી અને હોમવર્ક કરવું પડે છે. મારા નાયક રણદીપ હુડ્ડા, નિર્દેશક નિરજ પાઠકની હું આભારી છું. ઉર્વશી લાંબા સમયથી બોલીવૂડમાં કામ કરી રહી છે. પરંતુ તેને અપેક્ષા મુજબની સફળતા મળી નથી. છતાં તેને ફિલ્મો પણ મળતી જ રહે છે. હાલમાં તેની પાસે ફિલ્મોની કતાર છે. તેણે જીયો સ્ટુડિયોની ત્રણ મોટી ફિલ્મો સાઇન કરી છે. આ ઉપરાંત બ્લેકરોઝ નામની ફિલ્મ પણ કરી રહી છે અને એક તામિલ ફિલ્મ પણ હાથમાં છે. છેલ્લે તે વર્જીન ભાનુપ્રિયામાં જોવા મળી હતી.