15 ફેબ્રુઆરીનાં રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ 'લપેટ'
મુંબઈ:ગુજરાતી સિનેમામાં અત્યારે એકથી એક ચઢિયાતી ફિલ્મો આવી રહી છે. ગુજરાતી ફિલ્મો હવે પોતાના કન્ટેંટ, સિનેમેટોગ્રાફી, વાર્તા, સંવાદો, અભિનય અને સંગીત દરેક રીતે મજબુત થઇ રહી છે. ફિલ્મોમાં સૌથી મહત્વની હોય છે સ્ટોરી, કન્ટેંટ. વાર્તા, સંગીત, અભિનય અને કૉમેડીથી ભરપુર આવી જ એક ફિલ્મ 15 ફેબ્રુઆરીનાં રોજ સિનેમાઘરોમાં આવી રહી છે. ‘લપેટ’ ગુજરાતી ફિલ્મમાં એ તમામ મસાલો દર્શકોને માણવા મળશે જે હંમેશા દર્શક ફિલ્મોથી અપેક્ષા રાખે છે. ફિલ્મનું નામ ‘લપેટ’ જેટલું રસપ્રદ છે તેટલી જ રસપ્રદ તેની સ્ટોરી છે. ફિલ્મનાં સ્ટાર સંદેશ ન્યૂઝની મુલાકાતે આવ્યા હતા જેમાં તેમણે ફિલ્મને લઇને અનેક વાતો કરી હતી. ફિલ્મની વાત કરતા ફિલ્મમાં ડૉનનું પાત્ર ભજવી રહેલા વિક્કી શાહ જણાવે છે કે, “આ ફિલ્મ એકશન-કોમેડી અને ડ્રામાથી ભરપુર એક રોમેન્ટીક સ્ટોરી છે. અપૂર્વ જોષી ફિલ્મનાં પ્રોડયુશર અને નિશીત બ્રહ્મભટ્ટ ફિલ્મને ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મ મૌસમ નામની યુવતી પર આધારિત છે જેને ઇમ્પ્રેસ કરવા 3 યુવાનો પ્રયત્નો કરે છે.”