News of Tuesday, 12th February 2019
અક્ષયકુમારનું મન્ડે મોટિવેશન છે કરીના
અક્ષયકુમાર માટે કરીના કપૂર ખાન તેનું મન્ડે મોટિવેશન છે. અક્ષયકુમાર અને કરીનાએ તેમની 'ગુડ ન્યૂઝ'નું શુટિંંગ શરૂ કર્યું છે. આ ફિલ્મને કરણ જોહર પ્રોડયુસ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેમની સાથે દિલજિત દોસંજ અને કિઆરા અડવાણી પણ છે. તેમણે નવેમ્બરમાં શૂટિંગ શરૂ કરી દીધું હતું. ફિલ્મનું શૂટિંગ શરૂ કરતાં કરીના સાથેનો સેટ પરનો ફોટો શેર કરતાં અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતંુ કે 'મારૂ મન્ડે મોટિવેશન છે બેબો. મારી સુપર ગ્લેમર કો-સ્ટાર સાથે મેચ થવાની કોશિશ કરી રહ્યો છું.'
(3:23 pm IST)