ફિલ્મ જગત
News of Tuesday, 12th February 2019

સંજનાને હવે મુખ્ય હિરોઇન તરીકે ફિલ્મ મળી

સુશાંતસિંહ રાજપૂત અને સંજના સાંઘી અભિનીત ફિલ્મ 'કિઝી ઓૈર મૈની'નું નામ બદલીને 'દિલ બેચારા' કરી નાંખવામાં આવ્યું છે. નિર્માતાઓ એવુ વિચારે છે કે પહેલા જે નામ હતું તે વધુ લાંબુ લાગતું હતું. કેટલાક દર્શકોને આવા નામ ગમતા હોતા નથી. આથી ટુંકુ અને કેઇચી નામ રખાયુ છે. સંજના અગાઉ ફિલ્મ ફૂકરે રિટર્ન્સ, હિન્દી મિડીયમ, રોકસ્ટાર સહિતની ફિલ્મોમાં નાનકડા રોલ કરી ચુકી છે. મુખ્ય અભિનેત્રી તરીકે તેની આ પહેલી જ ફિલ્મ છે. સંજના અને સુશાંતની આ ફિલ્મમાં સૈફ અલી ખાનનો પણ મહત્વનો રોલ છે. આ ફિલ્મ જાણીતી નવલકથા 'ફોલ્ટ ઇન આર સ્ટાર્સ' પર આધરાીત છે. જેમાં એક કેન્સર પિડીત યુવાનની કહાની છે. આ યુવાન બાદમાં એક સ્પોર્ટ્સ ગ્રુપ જોઇન્ટ કરે છે અને ત્યાં એક છોકરી સાથે મુલાકાત અને પ્રેમ થઇ જાય છે.

(9:20 am IST)