ફિલ્મ જગત
News of Tuesday, 12th February 2019

હોરર કોમેડી વેબ સિરીઝમાં તુષાર કપૂર અને મલ્લીકા શેરાવત

મલ્લિકા શેરાવત હવે એક હોરર કોમેડી વેબ સિરીઝમાં જોવા મળશે. અલ્ટ બાલાજીને આ વેબ રિસીઝમાં તુષાર મહત્વના રોલમાં છે. આ સિરીઝમાં કિકૂ શારદા, સંજય મિશ્રા, સૈફાલી ઝરીવાલા પણ ખાસ રોલમાં જોવા મળશે. સૈફાલી અગાઉ પણ અલ્ટ બાલાજીની વેબસિરીઝ કરી ચુકી છે. તુષાર કપૂરે કારકિર્દીની શરૂઆતમાં મુખ્ય હીરો તરીકે કામ કર્યુ હતું. પરંતુ તેની ફિલ્મોને ખાસ સફળતા મળી નથી. તેણે ગોલમાલ સિરીઝની તમામ ફિલ્મો કરી છે અને તેના કારણે તેના અનેક ચાહકો છે. મલ્લિકા શેરાવત પણ મર્ડર જેવી ફિલ્મથી રાતોરાત સ્ટાર બની ગઇ હતી. લાંબા સમય પછી તે હવે વેબ સિરીઝમાં જોવા મળશે. આ વેબ સિરીઝનું નામ 'બૂઉઉઉ...સબ કી ફટેગી' એવું રખાયું છે. એકતા કપૂરની સિરીઝમાં બોલ્ડનેસનો પણ ભરપુર મસાલો હોય છે.

(9:19 am IST)