ફિલ્મ જગત
News of Monday, 11th February 2019

હવે ૨૬ જુલાઇએ રિલીઝ થશે ફિલ્મ સુપર-30

મુંબઈ: અભિનેતા રિતિક રોશનની આગામી ફિલ્મ સુપર ૩૦ અત્યારે પોસ્ટ પ્રોડકશન તબક્કા પર છે. ગત કેટલાક સમયથી ફિલ્મની રિલીઝ ટાળવામાં આવી રહી છે હવે ફિલ્મની રિલીઝ ડેટ કન્ફર્મ થઇ ગઇ છે. ફિલ્મ સુપર ૩૦ હવે ૨૬ જુલાઇએ ભારતભરમાં રિલીઝ થશે. ફિલ્મ સાથે જોડાયેલા ડાયરેક્ટર વિકાસ બહલ ફિલ્મથી અલગ થઇ ચૂકયા છે અને ફિલ્મમેકરો પોસ્ટ પ્રોડકશનનું કામ પૂર્ણ કરવામાં વ્યસ્ત બની ગયા છે. નિર્માણ કંપનીએ જણાવ્યું છે કે અમે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયા બાદ નવા દિગ્દર્શકને પસંદ કર્યા નથી. હાલ અમારી કંપનીના ક્રિએટિવ પાર્ટનર્સ સાથે ફિલ્મનું પોસ્ટ પ્રોડકશન કામ ચાલી રહ્યું છે.

(5:37 pm IST)