ફિલ્મ જગત
News of Monday, 11th February 2019

આમિર-માધુરીની સુપરહિટ ફિલ્મ 'દિલ'ની બનશે રીમેક

મુંબઈ: બોલીવુડમા અત્યારે રીમેક ફિલ્મો બની રહી છે. મળતી માહિતી અનુસાર 90ના દાયકામાં બનેલ આમિર ખાન અને માધુરી દીક્ષિતની ફિલ્મ દિલની રીમેક બનાવની છે. ઇન્દર કુમારે આ બાબતે કેટલીક માહિતી આપી છે. આના વિશે, ઇન્દર કુમારે કહ્યું, "હું લાંબા સમયથી દિલની રીમેક બનાવવાની યોજના બનાવી રહ્યો છું. અમે આ માટે સ્ક્રિપ્ટ પણ તૈયાર કરી છે. હમણાં આપણે તેને 'દિલ અગેન' નામ આપ્યું છે.

(5:33 pm IST)