અભિનેત્રી મંદિરા બેદીની ગજબનાક ફિટનેસ;ચાહકો આફરીન :45 વર્ષીય બેદીએ સાડીમાં કર્યા પુશ અપ્સ
ઇવેન્ટના યજમાનની ચેલેન્જને મંદિરાએ નિઃસંકોચ સ્વીકારી ;ઇન્સ્ટાગ્રામમાં વિડિઓ કર્યો શેર
મુંબઈ ;બોલીવુડની જાણીતી અભિનેત્રી મંદિરા બેદીની ગજબનાક ફિટનેસના દ્રશ્યો ભલભલાને આશ્ચર્યચકિત કરે તેવા છે 45 વર્ષની ઉંમરે પણ તેમની ફિટનેસ વખાણવા લાયક છે મન્દિરા તેના instagram પર ઘણા ફોટા શેર કરતી હોય છે.
મંદિરાએ તાજેતરમાં તેના Instagram પર બીજો એક વિડિઓ શેર કરી રહી છે. આ વિડિઓમાં મન્દિરા સાડીમાં પુશ અપ્સ કરતી દેખાય છે.
મન્દિરાએ કૅપ્શન સાથે આ ભવ્ય વિડિયો શેર કર્યું હતો. એણે લખ્યું, 'કપડાં કેવી પણ હોય પણ કામના સમયે કામ પૂરું થવું જોઈએ.'
વિડીયો એક એવા ઇવેન્ટનો છે જેમાં મન્દિરા ઉપસ્થિત રહી હતી. ઇવેન્ટના યજમાને મન્દિરાને સ્ટેજ પર ચેલેન્જ આપ્યો હતો અને મન્દિરાએ કોઈ પણ વિચાર કર્યા વગર તેના ચેલેન્જને પૂરો કર્યો હતો. મન્દિરા સાડીમાં પણ પરફેક્ટ પુશ અપ કરતી દેખાય છે.