ફિલ્મ જગત
News of Friday, 11th January 2019

કેરેબિયન બીચ પર મસ્તીના મૂડમાં જોવાયા પ્રિયંકા અને નિક :ફોટા કર્યા શેર :ફેન્સ થયા આફરીન

ફ્લોરલ ઓફ શોલ્ડર મેક્સી ડ્રેસમાં પ્રિયંકાએ નિકને પાછળથી પકડેલો: નિક હાથમાં સિગાર લઈને પોઝ આપ્યો

 

ગ્રેટ-----

     ફોટો priyanka

મુંબઈ :બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ તાજેતરમાં અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્ન કર્યા છે. લગ્નના બંધનમાં બંધાયા બાદ બંને એકબીજા સાથે અને પરિવાર સાથે રજાઓ ગાળવામાં વ્યસ્ત છે. સ્વિત્ઝરલેન્ડમાં મસ્તી કર્યા બાદ બંને રોમેન્ટીક વેકેશન માટે કેરેબિયન પહોંચ્યા છે. દરમિયાન બીચ પર મસ્તી કરતો તેમનો એક ફોટો શેર કર્યો છે .

 નિકે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વીડિયો શેર કર્યો જેમાં પ્રિયંકા બીચ પર બિકીની પહેરીને ઝૂલો ઝૂલતી જોવા મળી રહી છે. ઉપરાંત નિકે પ્રિયંકા સાથે એક કેન્ડીડ ફોટો પણ શેર કર્યો જેના કેપ્શનાં લખ્યુ હતુ મિસ્ટર એન્ડ મિસીસ જોનસ. ફોટોમાં ફ્લોરલ ઓફ શોલ્ડર મેક્સી ડ્રેસમાં પ્રિયંકાએ નિકને પાછળથી પકડેલો છે જ્યારે નિક હાથમાં સિગાર લઈને પોઝ આપી રહ્યા છે.

 બંનેને ફોટા પર થોડીક મિનિટોમાં હજારો કમેન્ટ્સ આવી ગઈ અને લાખો લાઈક્સ પણ. પ્રિયંકા અને નિકના ફેન્સને તેમની જોડી ખૂબ પસંદ છે. બંનેના લગ્ન બાદથી તેમના ફેન્સ રાહ જોતા હતા અને ફોટો સામે આવતા જાણે કે ઈન્સ્ટાગ્રામ પર અભિનંદનની વર્ષા થઈ ગઈ.

(12:28 am IST)