ફિલ્મ જગત
News of Friday, 12th January 2018

વિવેક અગ્નિહોત્રી સ્વ.લાલબહાદુર શાસ્ત્રીના જવાન પર બનાવશે ફિલ્મ

મુંબઈ:ફિલ્મ સર્જક વિવેક અગ્નિહોત્રી દ્વારા દેશના સ્વ.વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી અંગે ફિલ્મ બનાવવા અંગે વિચાર કરી રહ્યા છે. દેશ સેવાને સમર્પિત લાલબહાદુર શાસ્ત્રીજી એકમાત્ર એવા વડાપ્રધાન હતા જે સાદગીને વર્યા હતા અને તેમના નિધન પ્રસંગે એમના બેંક ખાતામાં આંગળીના વેઢે ગણાય તેટલા રૃપિયા માંડ હતા. રશિયાના તાશ્કંદમાં પાકિસ્તાની 
લશ્કરી પ્રમુખ અય્યુબખાન સાથે ચર્ચા કરવા માટે ગયેલા શાસ્ત્રીજીનુ ભેદી સંજોગોમાં અવસાન થયુ હતું. વિવેક લાલબહાદુર શાસ્ત્રીજીના જીવન પર બનનાર આ ફિલ્મમાં બે સિનિયર અભિનેતા નસીરુદ્દીન શાહ અને મિથુન ચક્રવર્તીને ચમકાવવા અંગે વિચાર કરી રહ્યા હોવાની માહિતી સામે આવી છે. 
આ સમાચારને સમર્થન આપતા વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યુ હતું કે, શાસ્ત્રીજીના નિધન અંગે જુદી જુદી વાતો વહેતી થઈ હતી. એવી બે મુખ્ય થિયરીને મારે આ ફિલ્મ દ્વારા રજુ કરવી છે અને એ માટે મને નસીરુદ્દીન શાહ અને મિથુન સૌથી વધુ યોગ્ય કલાકાર લાગ્યા હતા. મેં મેરીટના આધારે કાસ્ટિંગ કર્યુ છે. સ્ટાર્સની મને જરુર નથી, મારા પાત્રોને અનુરુપ કલાકારોની મને જરુર હતી એટલે આ બન્ને કલાકારોને સમજી વિચારીને સાઈન કરવામાં આવ્યા છે.

(5:24 pm IST)