ફિલ્મ જગત
News of Friday, 12th January 2018

9 માર્ચના રિલીઝ થશે 'હેટ સ્ટોરી-4'

મુંબઈ: નિર્દેશક વિશાલ પંડ્યાની ફિલ્મ 'હેટ સ્ટોરી-4' 9 માર્ચના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં કરણ વાહી અને ઉર્વશી રોતેલા લીડ રોલમાં છે. પહેલા આ ફિલ્મ 2 માર્ચના રિલીઝ થવાની હતી પરંતુ હવે 9 મરહસીના રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ ફિલ્મ હેતસોતરી સિરીઝની ચોથી કડી છે. આજે ઉર્વશીએ સોશિયલ મીડિયા પર નવી રિલીઝ ડેટ જાહેર કરી છે. ઉર્વશીએ ટ્વિટ કરીને કહ્યું કે 'હેટ સ્ટોરી-4' 9 માર્ચ,2018ના રિલીઝ થવાની છે, વિશાલ પંડ્યા, ટી-સિરીઝ.

આ ફિલ્મની શૂટિંગ લંડનમાં થઇ છે. ફિલ્મમાં ઉર્વશી સિવાય પંજાબી હિરોઈન ઇહાના ઢીલલન છે જે આ ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરવાની છે. ફિલ્મમાં સુરજ પંચોલી અને ગુરમીત ચૌધરી પણ નજરે પડશે.

(5:22 pm IST)