ફિલ્મ જગત
News of Friday, 12th January 2018

હોટ તસ્વીરો પોસ્ટ કરી હલચલ મચાવી રહી છે ઇઝાબેલ

બોલીવૂડ અભિનેત્રી, મોડેલ ઇઝાબેલ લિટેએ કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી. ઇઝાબેલે અનેક જાણીતી બ્રાન્ડસ માટે મોડેલિંગ કર્યુ છે. તેનો જન્મ ૧ સપ્ટેમ્બર ૧૯૯૦ના થયો છે. તે અનેક ફેશન શોના રેમ્પ પર વોક કરી ચુકી છે. બોલીવૂડમાં તેણે ૨૦૧૩માં '૧૬' નામની ફિલ્મથી અભિનય કારકિર્દી આરંભી હતી. એ પછી 'પુરાની જીન્સ'માં પણ જોવા મળી હતી. હાલમાં ઇઝાબેલ પોતાની હોટ અને બોલ્ડ તસ્વીરો ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરીને હલચલ મચાવી રહી છે. બ્રાજીલમાં જન્મેલી આ બોલીવૂડ અદાકારાએ એક સમયે પોતે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી વિરાટ સાથે ડેટીંગ કરી રહ્યાનું કહી બધાને ચોંકાવી દીધા હતાં. 

(9:35 am IST)