ફિલ્મ જગત
News of Wednesday, 11th December 2019

સલમાનને ગુસ્સાની હાલતમાં ચહેરાની નસોમાં દુઃખાવો થઇ જાય છેઃ પરિવારજનો નથી ઇચ્છતા કે સલમાન ખાન હવે બિગ બોસ-૧૩નું સંચાલન કરે

મુંબઈ : બિગ  બોસ 13 સલમાન ખાન વગર અધુરું છે. સલમાન આ શોની આત્મા છે. આ કારણોસર જ સલમાનની અનિચ્છા હોવા છતાં મેકર્સ ગમે તે રીતે તેને શો માટે મનાવી જ લે છે. બિગ બોસના ઘરમાં આખું  અઠવાડિયું સભ્યો ધમાલ મચાવે છે પણ વિકેન્ડમાં તો સલમાનનું જ ચાલે છે. વિકેન્ડના વાર વખતે સૌથી વધારે ટીઆરપી મળે છે કારણ કે આ  બંને દિવસે સલમાન ટીવી પર જોવા મળે છે.

જોકે સલમાનના આ શો પરના હોસ્ટિંગથી તેનો પરિવાર બહુ અપસેટ છે. સલમાનનો પરિવાર ઇચ્છે છે કે તે હવે બિગ બોસનો સાથ છોડી દે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સલમાનનો પરિવાર આ શોથી બહુ અપસેટ છે. હકીકતમાં સલમાન આ શોમાં બહુ ગુસ્સો કરે છે જેની સીધી અસર તેના સ્વાસ્થ્ય પર પડે છે. પરિવારનું માનવું છે કે વધારે પડતો ગુસ્સો કરવાથી સલમાન તબિયત વધારે બગડી શકે છે.

હકીકતમાં સલમાન Trigeminal Neuralgia નામની બીમારીથી પીડાય છે. આ બીમારીમાં ચહેરાની નસોમાં દુખાવો થાય છે. આ સંજોગોમાં સલમાન જ્યારે બહુ ગુસ્સો કરે છે ત્યારે તેને ભારે દુખાવો થાય છે. આ મામલે પ્રોડક્શન હાઉસ અને મેકર્સ સાથે પણ વારંવાર વાત કરવામાં આવી છે પણ મેકર્સ કોઈપણ હિસાબે સલમાન સાથે જ આ શો કરવા ઇચ્છે છે. સલમાન હાલમાં દબંગ 3ના પ્રમોશન લાગેલો છે અને આ કારણે વર્કલોડ વધવાથી તેની સમસ્યામાં વધારો થયો છે.

(4:50 pm IST)