ફિલ્મ જગત
News of Wednesday, 11th December 2019

લીજન્ડ દિલીપકુમાર : ૯૭ વર્ષના થયા

દિલીપકુમાર (જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૨૨, મહંમદ યુસુફ ખાન તરીકે) એ જાણીતા ભારતીય ફિલ્મ કલાકાર છે. જેઓ 'ટ્રેજેડી કિંગ' તરીકે પણ ખ્યાતનામ છે અને સત્યજીત રાયે તેમને ‘The Ultimate Method Actor’ તરીકે ઓળખાવ્યા છે. તેમણે પોતાની કારકીર્દીની શરૂઆત 'જવાર ભાટા' નામની ફિલ્મથી ૧૯૪૪માં કરી હતી. તેમની કારકિર્દી છ દાયકામાં ૬૦ ફિલ્મો વડે પથરાયેલી છે. તેમણે વિવિધ પ્રકારની ફિલ્મો જેવી કે પ્રણય આધારીત 'ંઅંદાજ' (૧૯૪૯), આન (૧૯૫૨), તેમજ નાટકીય દેવદાસ (૧૯૫૫), રમુજી ફિલ્મ આઝાદ (૧૯૫૫), ઐતિહાસિક મુગલ એ આઝમ (૧૯૬૦) તેમજ સામાજીક ગંગા જમુના (૧૯૬૧)માં અભિનય કર્યો હતો.

દિલીપકુમારના પિતાનું નામ લાલા ગુલામ સરવર હતું. જે ફળ વેચીને પોતાના પરીવારનંુ ગુજરાન ચલાવતા હતા. વિભાજન દરમિયાન તમનો પરીવાર મુંબઈ આવીને વસ્યો. તેમનું શરૂઆતી જીવન તંગીમાં વિત્યુ. પિતાના વેપારમાં નુકશાનીને કારણે તેઓ એક કેન્ટીનમાં કામ કરવા લાગ્યા. અહિંયા દેવિકા રાણીની પહેલી નજર તેમના પર પડી અને તેણે દિલીપકુમારને અભિનેતા બનાવી દીધા. દેવીકા રાણીએ યુસુફ ખાનની જગા તેમનું નવુ નામ દિલીપકુમાર રાખ્યુ. ૨૫ વર્ષની ઉંમરમાં દેશના નબર વન અભિનેતા બની ગયા.

દિલીપકુમાર રાજયસભાના સભ્ય તરીકે એક સત્ર માટે ચૂંટાયા હતા.

તેમને ૧૯૯૪માં દાદા સાહેબ ફાળકે અને ૧૯૯૮માં પાકિસ્તાનના સર્વોચ્ચ પારિતોષીક નિશાન એ ઈમ્તિયાઝ એનાયત કરવામાં આવ્યો હતો. દિલીપકુમારના સૌપ્રથમ અભિનેત્રી કામીની કૌશલ સાથે પ્રેમમાં હતા પણ તેણીના લગ્ન તેની સ્વર્ગવાસી બહેનના પતિ સાથે થવાથી પરણી ન શકયા. ત્યારબાદ તેઓ મધુબાલા સાથે પ્રેમ સંબંધોમાં હતા, પરંતુ પરીવારના વિરોધના કારણે તેમના લગ્ન ન થઈ શકયા. તેઓએ ૧૯૬૬માં અભિનેત્રી અને સૌંદર્ય સામ્રાજ્ઞી સાયરાબાનુ સાથે લગ્ન કર્યા જે તેમનાથી ૨૨ વર્ષ નાની તેઓએ ૧૯૮૦માં અસ્મા સાથે બીજા લગ્ન કર્યા પણ આ લગ્ન વધુ સમય ટકયા નહિં.

પુરૂ નામ : મહંમદ યુસુફ ખાન

ફિલ્મી નામ : દિલીપકુમાર

જન્મ : ૧૧ ડિસેમ્બર, ૧૯૨૨

પેશાવર - બ્રિટીશ ભારત (હાલમાં ખૈબર, પાકિસ્તાન)

નિવાસસ્થાન : મુંબઈ-ભારત

રાષ્ટ્રીયતા : ભારતીય

કાર્યક્ષેત્ર : અભિનેતા, ફિલ્મ નિર્માતા, રાજકારણી

સક્રિય વર્ષો : ૧૯૪૪-૧૯૯૮ જીવનસાથી : સાયરાબાનુ

પુરસ્કાર : દાદાસાહેબ ફાળકે - ૧૯૪૪, નિશાન-એ-ઈમ્તિયાઝ પાકિસ્તાન દ્વારા ૧૯૯૮

(3:23 pm IST)