ફિલ્મ જગત
News of Wednesday, 11th December 2019

સુષ્મિતાને શુભેચ્છા આપી રહ્યા છે ચાહકો

બોલીવૂડમાં એક સમયે ટોચની હિરોઇનોમાં નામ ધરાવતી સુષ્મિતા સેન દસ વર્ષથી ફિલ્મોથી દૂર છે. તે છેલ્લે ૨૦૧૦માં ફિલ્મ નો-પ્રોબ્લેમમાં જોવા મળી હતી. જો કે તે સોશિયલ મિડીયા થકી ચાહકો સાથે જોડાયેલી રહી છે. તેના ચાહકો માટે એક સારી વાત છે કે સુષ્મિતા દસ વર્ષ પછી ફરીથી ફિલ્મોમાં આવી રહી છે. સુષ્મિતાએ પોતે જ સોશિયલ મિડીયા થકી જાણકારી આપી છે. તેણે એક તસ્વીર પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું છે કે હું હમેંશા એ પ્રેમમાં રહી છું, જે ધૈર્યને સમજે છે. એકલાપણું જ મને ચાહકોની નજીક રાખે છે. ચાહકોએ હું સ્ક્રીન પર પાછી આવું એ માટી લાંબી રાહ જોઇ છે. મને જિંદગીના દરેક પડાવ પર પ્રેમ અને નિષ્ઠાથી પ્રોત્સાહીત કરવામાં આવી છે. હું માત્ર ચાહકો માટે પાછી આવી રહી છું.   સુષ્મિતાને તેના ચાહકો કમબેક માટે શુભેચ્છા પાઠવવા માંડ્યા છે. જો કે હાલમાં તે કઇ ફિલ્મનું કામ કરી રહી છે તે સામે આવ્યું નથી. આશા છે કે આવતા વર્ષે તેની ફિલ્મ ચોક્કસ આવશે. સુષ્મિતા હાલમાં બોયફ્રેન્ડ રોહમન સાથેની રિલેશનશીપને કારણે ચર્ચામાં છે.

(10:10 am IST)