ફિલ્મ જગત
News of Wednesday, 11th December 2019

ચાહકોના દિલ જીતવામાં સફળ રહે છે કેટરીના

કેટરીના કૈફ બોલીવૂડમાં સ્થાન જમાવી   કરોડો ચાહકો બનાવી ચુકી છે. ફિલ્મોની સાથોસાથ તે સોશિયલ મિડીયા થકી પણ ચાહકોના દિલમાં રહે છે. દમદાર અભિનયને કારણે તે એ-લિસ્ટેડ અભિનેત્રીઓની હરોળમાં છે. અવાર-નવાર કેટરીના અલગ-અલગ ડ્રેસીસમાં પોતાની હોટ એન્ડ બોલ્ડ તસ્વીરોથી સોશિયલ મિડીયા પર આગ લગાડતી રહે છે. ચાહકો તેની આવી તસ્વીરો ખુબ પસંદ કરે છે. તે અભિનેત્રી હોવાની સાથોસાથ એક ફેશન આઇકન પણ છે. આવું તેણે અનેક વખત સાબિત કર્યુ છે. તે વેસ્ટર્ન ડ્રેસ પહેરે કે પછી સાડી પહેરે...ચાહકોનું દિલ જીતવામાં હમેંશા સફળ જ રહે છે. સોશિયલ મિડીયા પર કેટરીના સતત સક્રિય રહે છે. તાજેતરમાં તેણે કેટલીક તસ્વીરો પોસ્ટ કરી હતી. જેમાં તે ડીપ નેક સ્ટ્રેપી શિમરી ડ્રેસમાં અત્યંત ખુબસૂરત દેખાઇ રહી છે. કેટરીના કૈફ હાલમાં રોહિત શેટ્ટીની ફિલ્મ 'સૂર્યવંશી'માં કામ કરી રહી છે. જેમાં અક્ષય કુમાર મુખ્ય રોલમાં છે. આ ફિલ્મ ૨૭મી માર્ચના રોજ રિલીઝ થવાની છે. કેટરીના ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહી છે. છેલ્લે સલમાન ખાન સાથે ભારતમાં જોવા મળી હતી.

(10:09 am IST)