કેટરીના કૈફ સહિતની બોલિવૂડની કરોડપતિ અભિનેત્રીઓ મુંબઇમાં ભાડાના ઘરમાં રહે છે
મુંબઈ :બોલીવૂડની મોટા ભાગની અભિનેત્રીઓ આજે પોતાના આલિશાન ઘરમાં રહેવાનું પસંદ કરે છે. પરંતુ હજી પણ બોલીવૂડની ટોચની અભિનેત્રીઓ પાસે પોતાના ઘર નથી અને ભાડાના ઘરમાં રહે છે.
કેટરિના કૈફનું આ યાદીમાં પહેલું નામ આવે છે. કેટરિનાએ પોતાની કારકિર્દી દરમિયાન ખાન ત્રિપુટી સાથે કામ કર્યું છે. તે આજે એક ફિલ્મના કરોડો ચાર્જ કરે છે. પરંતુ મુંબઇમાં તેનું પોતીકું ઘર નથી. તે બાંદરાના માઉન્ટ મેરી ચર્ચ પાસેના એક ઘરમાં ભાડે રહે છે
અભિનેત્રી હુમા કુરેશીએ કાલા બદલાપુર જેવી હિટ ફિલ્મો આપી છે. પરંતુ હજી એણે પોતાની માલિકીનું ઘર લીધું નથી અને ભાડાના ઘરમાં રહે છે. જયારે જેકલિન ફર્નાન્ડિસ એક ફિલમના લગભગ પાંચ કરોડ ફી પેટેે વસુલે છે. પરંતુ આજે પણ તે બાંદરાના એક ઘરમાં ભાડે થી રહે છે. નરગીસ ફખ્રીએ બાંદરાના એક ભાડાના ઘરમાં રહે છે