ફિલ્મ જગત
News of Friday, 11th November 2022

જયા બચ્‍ચન ભાગ્‍યશ્રીને ગળે મળ્‍યા તો કંગના રનૌતે નમસ્‍તે કર્યુ છતાં કોઇ પ્રતિભાવ ન આપ્‍યો

જો કે એક બીજા વીડિયોમાં અભિષેક બચ્‍ચને કંગનાને ગળે લગાડી

મુંબઇઃ મુંબઇમાં ફિલ્‍મનું સ્‍ક્રીનીંગ યોજાયુ હતુ. આ ઇવેન્‍ટમાં ઘણી ફિલ્‍મ જગતની હસ્‍તીઓ ઉપસ્‍થિત રહી હતી. જેમાં જયાજીએ ભાગ્‍યશ્રીને મળી ગળે લગાડી હતી, જ્‍યારે કંગનાને ન મળતા ભારે ચર્ચા જાગી છે.

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની વધુ એક શાનદાર ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આગામી દિવસોમાં તમને સિનેમાઘરોમાં આ ફિલ્મ જોવા મળશે. ગઈકાલે 9 નવેમ્બરના દિવસે મુંબઈમાં આ ફિલ્મનું એક શાનદાર સ્ક્રીનિંગ યોજાઈ ગયું. જેમાં બોલીવુડની હસ્તીઓનો જમાવડો જોવા મળ્યો હતો. અમિતાભ બચ્ચનની અપકમિંગ ફિલ્મ 'ઊંચાઈ'નું સ્ક્રિનિંગ 9 નવેમ્બરના રોજ યોજવામાં આવ્યું હતું. જોકે, આ ઈવેન્ટમાં એવી એક ઘટના બની જેને કારણે ઈવેન્ટ ચર્ચાનો વિષય બની ગઈ. અને આ ઈવેન્ટનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

11 નવેમ્બરે ફિલ્મ રિલીઝ થશેઃ

'ઊંચાઈ' ફિલ્મના સ્ક્રીનિંગમાં રાની મુખર્જી, સલમાન ખાન, કાજોલ, રિતેશ દેશમુખ, શહનાઝ ગિલ સહિતના સેલેબ્સ આવ્યા હતા. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, બમન ઈરાની, અનુપમ ખેર, ડેની, સારિકા લીડ રોલમાં છે. આ ફિલ્મને સૂરજ બરજાત્યાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 11 નવેમ્બરે રિલીઝ થશે.

ઉલ્લેખનીય છેકે, આ ઇવેન્ટમાં કંગના રનૌત, સલમાન ખાન, અભિષેક બચ્ચન સહિતના સેલેબ્સ હાજર રહ્યા હતા. હાલમાં જ એક વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં જયા બચ્ચને એક્ટ્રેસ કંગનાને ઇગ્નોર કરી હતી. સ્ક્રીનિંગમાં જયા બચ્ચન પણ આવ્યા હતા. તેમની પાછળ જ કંગના ઊભી હતી. એક બાજુ ફોટોગ્રાફર્સ કંગના-કંગનાના નામની બૂમો પાડતા હતા. તો જયાએ કંગનાની સંદતર અવગણના કરી હતી અને ભાગ્યશ્રીને ગળે મળ્યા હતા. ત્યારબાદ કંગનાએ જયાએ નમસ્તે કર્યું તો તેમણે કોઈ જાતનું રિએક્શન આપ્યું નહોતું અને ત્યાંથી આગળ વધી ગયા હતા. વીડિયોમાં અનુપમ ખેરે જયાને કંગનાને મળવાનું કહ્યું હતું, પરંતુ તે મોં ફેરવી લે છે.

 હાલ ફેસબુકથી લઈને ઈસ્ટાગ્રામ સહિત તમામ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો વાયુવેગે વાયરલ થઈ ચૂક્યો છે. વીડિયો વાઇરલ થતાં જ ચાહકોએ જયાનું રિએક્શન તરત જ નોટિસ કર્યું હતું. એક યુઝરે કહ્યું હતું કે કંગનાને કોઈની જરૂર નથી. અન્ય એકે કહ્યું હતું કે જયા બચ્ચન રૂડ મહિલા છે. કેટલાંકે કહ્યું હતું કે કંગના પણ વિચારતી હશે કે જયા બચ્ચન અહીંયા પણ આવી ગયા. સ્કીનિંગનો અન્ય એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં અભિષેક બચ્ચને કંગનાને ગળે લગાવી હતી અને મસ્તી-મજાક કરતા જોવા મળ્યા હતા.

Video Link: https://twitter.com/i/status/1590391826258997248

(5:49 pm IST)