મારી કારકિર્દીથી ખુશ છું: અહસાસ ચન્ના
અભિનેત્રી અહસાસ ચન્નાએ બાળપણમાં પોતે છોકરી હોવા છતાં છોકરાના રોલ ભજવી નામના મેળવી હતી. હાલ ત્રેવીસ વર્ષની અહસાસ કહે છે મને એકટીંગ સિવાય બીજુ કંઇ આવડતું નથી. તે પાંચ વર્ષની હતી ત્યારે તેણે સુસ્મિતા સેનની 'વાસ્તુશાસ્ત્ર'માં તેના દિકરા તરીકે કામની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેણે શાહરૂખ ખાનના દિકરાનું પાત્ર પણ ભજવ્યું હતું. તે છોકરી હોવા છતાં છોકરાના રોલમાં ખૂબ ફેમસ થઈ હતી. હાલમાં તે ઘણા વેબ-શો કરી રહી છે. અહસાસ કહે છે સાચુ કહું તો એકટર બનવા સિવાય મારે શું કરવું એની મને ખબર જ નથી. મેં પહેલી વાર ઓડિશન આપ્યું ત્યારથી મને કેમેરા ખૂબ ગમે છે.
હું નાની હતી ત્યારે ખૂબ સ્પેશ્યલ ફીલ કરતી હતી, કારણ કે લોકો મને ક્યુટ બેબી કહેતા હતા. 'વાસ્તુશાસ્ત્ર' માટે ઓડિશન આપવા માટે મારી મમ્મી મને લઈ ગઈ હતી. ત્યારે અમને કહેવામાં નહોતું આવ્યું કે છોકરાનું પાત્ર છે કે છોકરીનું. મને હવે એક પછી એક કામ મળી રહ્યું છે અને હું મારી કારકિર્દીથી ખુશ છું.