ફિલ્મ જગત
News of Wednesday, 11th November 2020

વિદ્યા બાલનના ચાહકો માટે ગુડ ન્યુઝ: ઓસ્કર દોડમાં અભિનેત્રીની શોર્ટ ફિલ્મ 'નટખાટ'

મુંબઈ: વિદ્યા બાલન એક તેજસ્વી અભિનેત્રી છે. તેમણે તેમની અભિનય કારકીર્દિ દરમિયાન ઘણી જબરદસ્ત ફિલ્મો કરી છે. હવે વિદ્યા બાલનની ફિલ્મ નટખાટ વિશે એક સમાચાર સામે આવ્યો છે. વિદ્યાની ફિલ્મ નટખાટનો સમાવેશ ઓસ્કર રેસમાં થઈ શકે છે.આ માહિતી વિદ્યાએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરતી વખતે આપી છે. જણાવી દઈએ કે તાજેતરમાં ફિલ્મ નટખાટને બેસ્ટ ઓફ ઇન્ડિયા શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ 2020 ની ત્રીજી આવૃત્તિમાં ટોપ ઇનામ મળ્યો છે, જે તેને ઓસ્કર નામાંકન માટે પાત્ર બનાવે છે. નટખાટ ફિલ્મનું દિગ્દર્શન શાન વ્યાસે કર્યું છે. આ ફિલ્મમાં પુરૂષ વર્ચસ્વ ધરાવતો સમાજ, ઘરેલું હિંસા અને મા-દીકરાના સ્નેહપૂર્ણ સંબંધો દર્શાવવામાં આવ્યા છે.

(5:10 pm IST)